વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વડોદરાના સાવલી તાલુકાના મંજુસર જી.આઈ.ડી.સી.માં બે માસૂમ બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે મંજુસર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને બે મહિલા સહિત ત્રણને ઝડપી પાડી એક ને ફરાર જાહેર કર્યો છે. મંજુસર GIDCમાં પર પ્રાંતિય દંપતી ખુલ્લા મેદાનમાં ઝૂપડા બાંધીને રહેતા હતા અને છૂટક મજૂરી કરી જીવન ગુજારતા હતા. ગત તારીખ ૨૪ માર્ચના રોજ દંપતી પોતાની બે વર્ષની દીકરી રાગિણી કુમારી અને ચાર વર્ષની દીકરી રજની કુમારીને ઘરે મૂકીને મજૂરી એ ગયા હતા.

