
IPL 2025માં, ગઈકાલે KKR અને SRH વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં, KKR એ 80 રનના મોટા માર્જિનથી જીત મેળવી હતી. KKRની જીતમાં વેંકટેશ અય્યરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વેંકટેશ આ સિઝનમાં KKRનો સૌથી મોંઘો ખેલાડી છે, પરંતુ અત્યાર સુધીની 3 મેચમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેના પછી અય્યર પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, પરંતુ SRH સામે વિસ્ફોટક ઈનિંગ રમીને અય્યરે ટીકાકારોના મોં બંધ કરી દીધા છે.
અય્યરે ટીકાકારોને જવાબ આપ્યો
મેચ પછી, વેંકટેશ અય્યરે કહ્યું, "એકવાર IPL શરૂ થઈ જાય પછી, તમને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે કે 20 કરોડ રૂપિયામાં, તેનાથી કોઈ ફરક નથી પડતો. પૈસા એ નથી નક્કી કરતા કે તમે ક્રિકેટ કેવી રીતે રમશો. હું એક એવો ખેલાડી છું જે ટીમની સફળતામાં યોગદાન આપવા માંગુ છું."
https://twitter.com/IPL/status/1908003318074396892
તેણે આગળ કહ્યું, "જો હું આટલા રન ન બનાવ્યા પછી પણ ટીમની સફળતામાં યોગદા આપી શકું છું, તો મેં મારી ટીમ માટે કામ કર્યું છે. તેનો અર્થ એ નથી કે હું સૌથી વધુ પૈસા મેળવતો ક્રિકેટર છું, તો મારે દરેક મેચમાં રન બનાવવા પડે. હું કોણ બોલિંગ કરી રહ્યું છે તે નથી જોતો. મારું ધ્યાન હંમેશા કયો બોલ ફેંકાઈ રહ્યો છે તેના પર હોય છે."
29 બોલમાં 60 રનની ઈનિંગ રમી
વેંકટેશ અય્યરે સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોને ખૂબ ધોયા હતા. વેંકટેશે પેટ કમિન્સની એક ઓવરમાં 21 રન બનાવ્યા હતા. આ મેચમાં બેટિંગ કરતી વખતે, અય્યરે 29 બોલમાં 60 રન બનાવ્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.