ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બધાને હચમચાવી દીધા. ઉડાન ભરી રહેલું વિમાન સીધું હોસ્પિટલની હોસ્ટેલના મકાન સાથે અથડાયું. જોરદાર વિસ્ફોટો, આગ, ધુમાડા અને ચીસો વચ્ચે બધા ચોંકી ગયા. આ અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર છે ત્યારે પ્લેનમાં મુસાફરી કરી રહેલા 242 લોકોમાંથી 1 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચમત્કારિક રીતે બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમારને મળ્યા અને તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરી હતી.

