વક્ફ બિલને લઈને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસથી કોમી તોફાનો થઈ રહ્યા છે, ત્યારે આજે વડોદરા ખાતે એક યુવકે ગળામાં કાળા કલરનો ખેસ ધારણ કરીને પશ્ચિમ બંગાળના બેહરામપુર સીટ પરથી વિજેતા બનેલા યુસુફ પઠાણ ઘર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ક્રિકેટર યુસુફ પઠાણ વડોદરા ખાતે તાંદલજા વિસ્તારમાં આવેલા બંગલામાં રહે છે અને તે પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી ટીએમસીના સાંસદ તરીકે વિજેતા બન્યા હતા.

