ઈઝરાયેલની સેનાએ હાલમાં જ પોતાની ભૂલ સ્વીકારી છે, જેમાં ગાઝામાં 15 ઈમરજન્સી વર્કર્સ (ડોક્ટરો) માર્યા ગયા હતા. અગાઉ ઈઝરાયેલે દાવો કર્યો હતો કે આ હુમલો "શંકાસ્પદ" કાફલા પર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ઈઝરાયેલની સેનાએ સ્વીકાર્યું છે કે તેમનું પ્રારંભિક નિવેદન ખોટું હતું. આ ઘટનાના વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ ઈઝરાયલે પોતાની ભૂલ સ્વીકારવી પડી હતી.

