
- 'એક સમયે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા બાદ છેક છ મહિને ઓટીટી પર આવતી. હવે થોડાં અઠવાડિયામાં જ સ્ટ્રીમ થવા લાગે છે. આ મને જરાય ગમતું નથી. આ ખોટી રીત છે. એને લીધે બોક્સ ઓફિસના બિઝનેસને ખૂબ નુક્સાન થાય છે'
આમીર ખાન આજકાલ પોતાની આગામી ફિલ્સ 'સિતારે ઝમીન પર'ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. ૨૦૧૮માં આવેલી સ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ' પરથી પ્રેરિત આ ફિલ્મ હાલ થિયેટરમાં રિલીઝ થવાની છે ને એની શરુઆતમાં નેટફ્લિક્સ કે પ્રાઈમ વીડિયો જેવા ઓટીટીનો લોગો નહીં દેખાય!
આમિર ખાન કહે છે, 'મૈને બુહુત સારી થિયરીઝ પઢી હૈ. અલગ અલગ પ્રપોઝલ્સ આયે હૈ ફિલ્મ કો રિલીઝ કરને કે લિયે,પર મૈં સબ કો સાઈડ મેં રખ રહા હૂં, ઔર મેં સિર્ફ એક ચીજ પર ધ્યાન દે રહા હું. - થિયેટ્રિકલ રિલીઝ પર.'
આમિર કહે છે કે ફિલ્મો થિયેટરોમાં જ રિલીઝ થયાના માત્ર ગણતરીના અઠવાડિયાં પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વર્તમાન પ્રથાએ બોક્સ ઓફિસના વ્યવસાય પર નોંધપાત્ર અસર કરી છે. એક સમય હતો જ્યારે ઓટીટી પર માંડ છ મહિને ફિલ્મ સ્ટ્રીમ થતી. હવે તે થોડા અઠવાડિયા પછી આવી રહી છે. તે મને જરાય ગમતું નથી. મને ઓટીટી સાથે કોઈ લેવાદેવા નથી - જો હું ઓટીટી માટે કોઈ પ્રોજેક્ટ બનાવીશ તો હું તેને સીધો ઓટીટી પર રિલીઝ કરીશ.
એ કહે છે, ''સિતારે ઝમીન પર' જો આયેગી તો સિર્ફ થિયેટરમાં મેં આયેગી. મેરા બિલીફ સિનેમા ઔર થિયેટર મેં હૈ. તો મેં વહી કરુંગા. મૈંને સબ ઓટીટી પ્લેટફોર્મ્સ સબ કો બોહોત રિસ્પેક્ટફૂલી મના કર દિયા. થિયેટર કા અગર બિઝનેસ ખતમ હોગા,ફિર આગે સોચા જાયેગા ક્યા કરના હૈ.'
યે હુઈ ના બાત.