
'સધર્ન વેસ્ટર્ન કમાન્ડના ઓડિટોરિયમમાં મેં આર્મી અધિકારીઓ અને સૈનિકોનાં પોસ્ટરો જોયાં, જેમણે બહાદુરીનો એવોર્ડ જીત્યો છે. કેટલાકે આ દેશ માટે પોતાનો જીવ આપ્યો અને કેટલાક જખમી થઈને યુદ્ધના મેદાનમાંથી પાછા ફર્યા. મેં કઠોરતા, પરસેવો, લોહી આંસુ વગેરે તો ખૂબ જ નિકટતાથી જોયાં છે. સૈન્ય પરિવારોની સ્થિતિ અંગે વાત કરું તો, ક્યારેક મને લાગે છે કે ફૌજીના પરિવારો તો ખુદ ફૌજીઓ કરતા વધુ મજબૂત હોય છે. 'ભારત-પાકિસ્તાન વચ્ચેની લશ્કરી તાણ હવે થઈ છે અને બંને દેશોએ સીઝફાયર પછી આ વાતને અનુસરવાનું નક્કી કર્યું છે.
૨૨ એપ્રિલે પહલગામ હુમલો થયો એ પછી સિંદુર ઓપરેશન હાથ ધરાયું એ અંગે તો સોશિયલ મીડિયા પર સારી એવી ચર્ચા જાગી, પણ ઘણાએ નોંધ્યું હશે કે આવી પરિસ્થિતિમાં બોલિવુડ કલાકારોએ તો મોટે ભાગે મૌન જ જાળવ્યું છે. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ (બોલિવુડના સ્ટાર) અન્ય દેશોએ તેમના ફેન-ફોલોઈંગ જાળવી રાકવાના પ્રયાસ કરી રહ્યા છે. જો કે હવે અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ આ પ્રકારના મૌન અને ચુપકિદી પર પોતાની અભિપ્રાય આપવાનું શરૂ કરી સાચી બાબત ભણી ધ્યાન ખેંચ્યું છે.
'એક્સ' પર 'આસ્ક મી એનિથિંગ' સેશન દરમિયાન, પ્રીતિ ઝિન્ટાએ સિલિબ્રિટીઝના આવા વલણ અંગે ઓપરેશન સિંદુર પછી આવેલા પ્રત્યાઘાત અંગે લોકોને તેમના પ્રત્યાઘાત વ્યક્ત કરવા જણાવ્યું. પ્રીતિ ઝિન્ટાએ એમ પણ જણાવ્યું હતું કે મેં તો તેમને તેમના મંતવ્યો વિશે પૂછ્યું હતું, પણ તેમણે ન તો હુમલાની નિંદા કરી હતી કે ન તો ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી હતી. હું બીજા બધા માટે બોલી શકતી કારણ કે લોકો આ બાબતને અલગ રીતે નિહાળે છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટી ઝિન્ટા તાજેતરમાં આર્મી વેલફેર એસોસિએશનની એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો, તેણે આ ઇવેન્ટમાંથી શહીદોની પત્નીઓને લઈને એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી કે તેણે ૧ કરોડ રૂપિયાની રાશી દાનમાં આપી છે.
પ્રિટી ઝિન્ટાએ તાજેતરમાં તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ઇવેન્ટનો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે, તેમણે લખ્યું, મેં ભારતીય સૈન્યની સધર્ન વેસ્ટર્ન કમાન્ડના ઓડિટોરિયમ પહોંચતાની સાથે જ, મેં બધે આર્મી અધિકારીઓ અને સૈનિકોનાં પોસ્ટરો જોયાં, જેમણે બહાદુરીનો એવોર્ડ જીત્યો. કેટલાક લોકોએ આ દેશ માટે પોતાનો જીવ આપ્યો અને કેટલાક જખમી થઈને યુદ્ધના મેદાનમાંથી પાછા ફર્યા. તે કોઈના પતિ, પુત્ર, ભાઈ કે પિતા હતા. તેઓ અમારા સશ દળોનો ભાગ છે અને તેઓએ આપણા ભવિષ્ય માટે ત્યાગ અને બલિદાન આપ્યું હતું.
આ ૫૦ વર્ષીય અભિનેત્રીએ આગળ વધતા પહેલા લખ્યું : ફૌજી હોવાને કારણે આ બાબત તો હૃદયની નિકટ પહોંચી છે, તેથી હું મારા અનુભવ વિશે ખૂબ જ અવાજ ઉઠાવું છું. મેં કઠોરતા, પરસેવો, લોહી આંસુ વગેરે તો ખૂબ જ નિકટતાથી જોયા છે. સૈન્ય પરિવારોની સ્થિતિ અંગે વાત કરું તો, ક્યારેક મને લાગે છે કે ફૌજીના પરિવારો તો ખુદ ફૌજીએ કરતાં વધુ મજબૂત હોય છે. શું તમે આવું અનુભવ્યું છે? માતા જે તેના પુત્રને આપણા દેશ માટે સમર્પિત કરે છે, પત્ની જે તેના પતિને કદીય સસ્મિત જોઈ શકતી નથી. અને બાળકો જે કદીય તેમની માતા અને પિતાને આજીવન માર્ગદર્શન આપતા હોય એવું જોઈ શકાય નથી. આ જ તો છે વાસ્તવિકતા .... પ્રભુ બધાને શાંતિ અર્પે,' એમ કહી પ્રીતિ ઝિન્ટાએ સમાપન કર્યું હતું.