
Patidars Meeting in Gandhinagar: વિસાવદરની પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે. ગોપાલ ઈટાલિયાની જીત બાદ પાટીદારોની ગાંધીનગરમાં મોટી બેઠક યોજાશે. પાટીદાર આંદોલનકારીઓની બેઠકને લઈને વરુણ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી છે.
ગાંધીનગરમાં પાટીદારોની યોજાશે મોટી બેઠક
ગાંધીનગરમાં પાટીદાર સમાજની સૌથી મોટી બેઠક આગામી 28 જૂને થવાની છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, બેઠકમાં તમામ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) કન્વીનરો હાજર રહેશે. વિસાવદરમાં ગોપાલ ઈટાલીયાની જીત બાદ પાટીદારો નવાજૂનીના મૂડમાં છે, ત્યારે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, વરુણ પટેલ સહિતના પાટીદાર સમાજના આંદોલનકારી હાજર રહેશે.
https://twitter.com/varunpateloffic/status/1938090210254066178
વરુણ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના દેખિતા પ્રાણપ્રશ્નોને લઈને આગામી 28 જૂને શનિવારના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.'