Home / Gujarat / Ahmedabad : Accident news: Two killed, 3 injured in accidents in two districts of the state

Accident news: રાજ્યના બે જિલ્લામાં અકસ્માતમાં બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત

Accident news: રાજ્યના બે જિલ્લામાં અકસ્માતમાં બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત

Accident news: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનો સીલસીલો વધ્યો છે. આટલું ઓછું હોય તેમ આ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ વધી રહી છે, જેથી તંત્રના માટે અકસ્માત માથાનો દુખાવો બન્યો છે. ગત રોજ ખંભાળિયા-ભાઈવડ હાઈવે પર પૂરપાટ જતી કારે સર્જેલા અકસ્માતમાં દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રીના પરિવારજનો પગપાળા માનતા ઉતારવા જઈ રહ્યા હતા, તે દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રીના નાનાભાઈનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બીજા એક અકસ્માતમાં અમદાવાદના બગોદરા-લીમડી હાઈવે પર મીઠાપુરના પાટિયા પાસે કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ગઈ હતી. જેમાં એકનું મોત અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, રાજ્યમાં સતત માર્ગ અકસ્મોતની ઘટનાઓ વધી રહી છે. આ સિવાય તેમાં જાનહાનિ પણ વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ગત રોજ ખંભાળિયા-ભાણવડ હાઈવે પર આવેલા ભૂતવડ મંદિરે માનતા ઉતારવા જતા રોડ પર બેફામ કારે જિલ્લા ભાજપના મહામંત્રીના નાના ભાઈ 35 વર્ષીય જિતેન્દ્ર લાલજી નકુમનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક પલાયન થઈ જતા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી લીધો હતો. અકસ્માતને લીધે પરિવારમાં શોકનો માહોલ છે. બીજા એક અકસ્માતમાં દ્વારકાથી દર્શન કરી પરત આવતા પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં લીમડી-બગોદરા હાઈવે પર આવેલા મીઠાપુર ગામના પાટિયા પાસે કારનું સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ વીજપોલ સાથે અથડાઈ. જેથી એકનું મોત થયું હતું, અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને 108 દ્વારા બગોદરા સીએચસી ખસેડાયા હતા. 

Related News

Icon