
Accident news: રાજ્યમાં માર્ગ અકસ્માતની આજે બે ઘટનાઓ બની હતી. જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત થઈ હતી. દાહોદના વડબારા હાઈવે પર રાહદારીને ટક્કર મારી કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો હતો, જે દરમ્યાન આધેડનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બીજી એક ઘટનામાં અમરેલીના જાફરાબાદમાં નાગેશ્રી ગામે નેશનલ હાઈવે પર ટુ વ્હીલ અને ફોર વ્હીલનો અકસ્માત થયો હતો. જેમાં ઊના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે ટક્કર મારતાં ટુ વ્હીલચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું.
મળતી વિગતો અનુસાર, રાજ્યમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે તંત્રને પણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. આટલું ઓછું હોય તેમ માર્ગ અક્સ્માતોમાં જાનહાનિ પણ વધવા લાગી છે. રાજ્યમાં આજે બે ગમખ્વાર અકસ્માતો થયા હતા. જેમાં બે લોકો મોતને ભેટયા હતા. દાહોદના વડબારા હાઈવે પર કારચાલકે એક આધેડને ટક્કર મારી ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો, જેમાં આધેડનું ઘટનાસ્થળે મોત થયું હતું. દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી, જેમાં આધેડ મોતને ભેટયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત અન્ય એક વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બીજા એક માર્ગ અકસમાતમાં સૌરાષ્ટ્રમાં આવેલા જાફરાબાદના નાગેશ્રી ગામે નેશનલ હાઈવે ઉપર ઊના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે ટક્કર મારતાં ટુ વ્હીલચાલકનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું. અકસ્માતની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઈ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સિવિલ ખસેડયો હતો.