અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો છે. રખિયાલમાં ખુલ્લેઆમ તલવારો જેવા ઘાતક હથિયારો લઇને કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો હતો. અજીત રેસીડેન્સી ખાતે જૂની અદાવતમાં સલમાન ખાન પઠાણ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્ત્વો જાહેરમાં તલવાર જેવા ઘાતક હથિયારો લઇને નીકળતા અમદાવાદ પોલીસને પડકાર ફેકતા હોય તેમ લાગ્યુ હતુ. બનાવની જાણ થતા જ પોલીસ દ્વારા એક સગીર સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોનો આતંક
અમદાવાદ પૂર્વમાં રખીયાલ વિસ્તારમાં અજીત રેસીડેન્સી ખાતે જૂની અદાવતમાં કેટલાક શખ્સો તલવાર જેવા ઘાતક હથિયાર લઇને ખુલ્લેઆમ રસ્તા પર નીકળ્યા હતા. અજીત રેસીડેન્સી ખાતે જૂની અદાવતમાં સલમાન ખાન પઠાણ નામના યુવક પર હુમલો કર્યો હતો. 10થી વધુ શખ્સોના ટોળાએ તલવારથી હુમલો કર્યા બાદ ઘર પર પથ્થર પણ ફેંક્યા હતા.
બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. રખિયાલ પોલીસે અફવાત સિદ્દીકી, અશરફ પઠાણ, અમર સિદ્દીકી, કાલિમ સિદ્દીકી, અજિમ સિદ્દીકી, જાવેદ પઠાણ સહિત એક સગીરની ધરપકડ કરી હતી. રખિયાલ પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.