
Ahmedabad News: ગુજરાતમાંથી અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં અમદાવાદમાંથી ચોરીનો મામલો સામે આવ્યો છે. ખોખરામાં આભૂષણ જ્વેલર્સ શો રૂમમાં ચોરીનો બનાવ બન્યો છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી 4 મહિલાઓએ ચોરી કરી છે. 1 લાખથી વધુની કિંમતની સોનાની કડીની ચોરી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, વિનોદ શાહ નામના વેપારીએ ખોખરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ છે. ચોરીના સમયના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે બે મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે સંજીત ઠાકોર, જોસના દેવીપૂજક અને સુનિતા દેવીપુજકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 62 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો છે. આ સાથે જ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને તપાસ શરૂ કરાઈ છે. તેમજ ગુનામાં સંડોવાયેલી અન્ય મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે.