Ahmedabad Fire News: ગુજરાતમાંથી સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં ફરી એક વખત અમદાવાદમાં આગને કારણે મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદના હાંસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદ્યા હતા. ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

