
અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના બાદ સતત એર ઈન્ડિયાના વિમાનોમાં ટેક્નિકલ ખામી જણાતી હોવાના કારણે ફ્લાઈટમાં મોડું થવું અને ફ્લાઈટ કેન્સલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આજે સોમવારે (16 જૂન) ફરી એક વખત એર ઈન્ડિયા એક્સપ્રેસની એકની ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. જે દિલ્હીથી રાંચી જઈ રહ્યું હતું. આ દરમિયાન વિમાનને રાંચી એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું. જોકે, ફરી તેને દિલ્હી લઈ જવામાં આવ્યું છે.
https://twitter.com/ANI/status/1934634834632286366
મળતી માહિતી મુજબ, દિલ્હીથી રાંચી જતી ફ્લાઇટ IX 1113 ને ટેક્નિકલ કારણોસર ડાયવર્ટ કરવામાં આવી છે. પ્લેન દિલ્હીથી 4:25 વાગ્યે ઉડાન ભર્યા બાદ 6:20 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરવાનું હતું. જોકે, ટેક્નિકલ કારણોસર વિમાનને દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે.