Home / India : Pakistan, embroiled in Operation Sindoor, fires indiscriminately along the LoC

Operation Sindoor'થી બોખલાયેલા પાકિસ્તાનનું LoC પર આડેધડ ફાયરિંગ, 7ના મોત, 38 ઈજાગ્રસ્ત

Operation Sindoor'થી બોખલાયેલા પાકિસ્તાનનું LoC પર આડેધડ ફાયરિંગ, 7ના મોત, 38 ઈજાગ્રસ્ત

ભારતે પાકિસ્તાનને પહેલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેના 9 આતંકી ઠેકાણાઓ સામે જોરદાર કાર્યવાહી કરતાં મોડી રાતે હવાઈ હુમલા કરી કહેર વરસાવ્યો હતો. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન અકળાયું હતું અને એલઓસી પર અવળચંડાઇ કરતાં આડેધડ ફાયરિંગ કર્યું હતું જેમાં તોપ અને મોર્ટાર મારો કરી ગોળીબાર કર્યું હતું. આ પાકિસ્તાની હુમલામાં એક મહિલા અને બે બાળક સહિત કુલ 7 ભારતીય નાગરિકો મૃત્યુ પામી ગયા છે જ્યારે 38 થી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓપરેશન સિંદૂર

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે.

 

એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે 'ન્યાય થયો, જય હિન્દ'. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.

ડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા. 

Related News

Icon