Home / Lifestyle / Beauty : Apply this thing on your face at night pimples will go away and skin will glow

Beauty Tips / રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, દૂર થશે પિમ્પલ્સ, તમને મળશે ચમકતી ત્વચા

Beauty Tips / રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, દૂર થશે પિમ્પલ્સ, તમને મળશે ચમકતી ત્વચા

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા ચમકતી અને સ્વસ્થ રહે. પરંતુ આજના સમયમાં, પ્રદૂષણ અને ખરાબ ડાયટ જેવા ઘણા કારણોથી ત્વચા ડલ દેખાય છે. આવી સ્થિતિમાં, ત્વચાની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. પરંતુ આ પછી પણ ઉનાળામાં વધુ પડતો પરસેવો અને ચહેરા પર વધુ પડતા તેલને કારણે પિમ્પલ્સ દેખાવા લાગે છે. ધીમે ધીમે, તે ઓછા પણ થાય છે. પરંતુ તેના નિશાન ચહેરા પર દેખાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચહેરા પરથી પિમ્પલ્સ અને તેના નિશાન ઘટાડવા તેમજ ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘણા ઘરેલું ઉપચાર ફાયદાકારક છે. ફટકડી પણ તેમાંથી એક છે. તે ચહેરા પર ઘણી રીતે લગાવવામાં આવે છે. જો તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પર ફટકડી લગાવો છો, તો તે પિમ્પલ્સના નિશાન ઘટાડી શકે છે.

ફટકડી એન્ટી-સેપ્ટિક અને એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. ફટકડીમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ તત્વો ત્વચા પર રહેલા બેક્ટેરિયાને ઘટાડવામાં મદદ કરે છે, જે પિમ્પલ્સની સમસ્યાથી રાહત આપી શકે છે. આનાથી ત્વચા સ્વચ્છ દેખાય છે. ફટકડી સ્કિન ટાઈટ કરવામાં પણ મદદ કરે છે. તેના નિયમિત ઉપયોગથી કરચલીઓની સમસ્યા ધીમે ધીમે ઓછી થઈ શકે છે.

આ ઉપરાંત, ફટકડી ત્વચામાંથી  ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં અને ડાઘ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ સાથે તે ત્વચાનો રંગ પણ યોગ્ય રાખે છે. ફટકડી સ્કિન પોર્સને ટાઈટ કરવામાં અને બ્લેકહેડ્સ ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ફટકડીને ચહેરા પર ઘસો

પુરૂષો શેવિંગ કર્યા પછી ફટકડીનો ઉપયોગ કરી શકી છે. આમ કરવાથી બળતરા અને રેસિસની સમસ્યા નહીં થાય. આ સિવાય પિમ્પલ્સથી અસરગ્રસ્ત વિસ્તાર પર, ભીની ફટકડીને હળવા હાથે ઘસો. આનાથી પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બા ઓછા કરવામાં મદદ મળી શકે છે. ફટકડીને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને પછી તેને સીધા ચહેરા પર ઘસો. તમે રાત્રે સૂતા પહેલા આ  ઉપાય કરી શકો છો.

ફટકડીનું પાણી

ફટકડીના પાણીથી ફેસ વોશ કરી શકાય છે. એક કપ પાણીમાં ફટકડીનો નાનો ટુકડો નાખો અને તેને 10થી 15 મિનિટ માટે રહેવા દો. આ પછી, દિવસમાં એક કે બે વાર આ પાણીથી તમારો ચહેરો ધોઈ લો. તે પિમ્પલ્સ અને સ્કિન ઈન્ફેકશનને ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ફટકડી અને ગુલાબજળનો પેક

ફટકડીમાંથી ફેસ પેક બનાવી શકાય છે. આ માટે, થોડો ફટકડી પાવડર લો અને તેમાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર 10 મિનિટ માટે રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો. આ કરચલીઓ અને ડાઘ ઘટાડવામાં મદદ કરી શકે છે.

વધુ પડતી માત્રામાં ફટકડીનો ઉપયોગ કરવાથી ત્વચાને નુકસાન પણ થઈ શકે છે. આના કારણે ત્વચા ડ્રાય થઈ શકે છે. ઉપરાંત, પહેલીવાર ઉપયોગ કરતા પહેલા, પેચ ટેસ્ટ કરો. આંખોની નજીક ફટકડી ન લગાવો. હંમેશા સારી ગુણવત્તાવાળી ફટકડીનો ઉપયોગ કરો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

Related News

Icon