Home / India : Amarnath Yatra will boost the economy; Know how many billions of transactions will be made

અમરનાથ યાત્રાથી અર્થતંત્રને મળશે વેગ; જાણો, કેટલા અબજના થશે વ્યવહાર

અમરનાથ યાત્રાથી અર્થતંત્રને મળશે વેગ; જાણો, કેટલા અબજના થશે વ્યવહાર

શક્તિ ભક્તિ ઉત્સવ અને ઉત્સાહનું પ્રતિક અમરનાથ યાત્રાથી જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થાને લગભગ 400 કરોડનો બુસ્ટર ડોઝ મળવા જઇ રહ્યો છે.પહેલગામમાં આતંકી હુમલા બાદ પાટા પરથી ઉતરી ગયેલ કાશ્મીરના પ્રવાસનને આ યાત્રા વરદાનરુપ સાબિત થઇ રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમરનાથ યાત્રાના પ્રથમ ત્રણ દિવસમાં લગભગ 48 હજાર શ્રધ્ધાળુુઓ પવિત્ર ગુફાના દર્શન કરી ચુક્યા છે.શ્રધ્ધાળુઓનો ઉત્સાહ જોઇને અંદાજ લગાવી શકાય છે કે 38 દિવસ ચાલનારી આ યાત્રામાં લગભગ ચાર લાખ શ્રધ્ધાળુઓ દર્શન કરશે. આ યાત્રાથી સૌથી વધુ ઘોડા,પાલખી, ટેંટવાળા,નાના દુકાનદાર અને ટેક્સીવાળાને સીધો રોજગાર મળી રહ્યો છે એટલે કે પૈસા સીધા આમ આદમીના ખીસ્સામાં જશે. 

જમ્મુ કાશ્મીરમાં વિશેષ ઘાટીમાં હોટલ, ટ્રાન્સપોર્ટ, દુકાનદાર, વેપારી અને પ્રવાસન સ્થળ પર કામ કરતા નાના નાના દુકાનદારો અમરનાથ યાત્રાની આશા લગાવીને બેઠા હતાં. જમ્મુમાં બેઇઝ કેમ્પ કે બાલઘાટ પહેલગામમાં બેઇઝ કેમ્પની આજુબાજુ ગરમ કપડા, વરસાદી છત્રી, બેગ થેલા સહિત પ્રવાસનનો સામાન વેચનાર નાની દુકાનવાળા વકરો થવાથી ખુશ છે. બાલઘાટ રુટમાં આઠ વર્ષથી પીઠ્ઠુનું કામ કરતા અલ્તાફ અહમદે કહ્યું હતું કે અમને અમરનાથ યાત્રામાં સારો વકરો થવાની આશા હોય છે.અમે ખેતી વાડી કરીએ છીએ અને આ યાત્રા દરમિયાન 70-80 હજાર કમાણી કરીએ જેથી ચાર પાંચ મહિના નીકળી જાય.

અમરનાથ યાત્રાળુઓ જમ્મુ કાશ્મીરના પ્રવેશ દ્વાર લખનપુરથી આગળ કઠુવા, સાંબા, જમ્મુ, ઉધમપુર, રામબન થઇને શ્રીનગર, અનંતનાગ, ગાંદરબલ જિલ્લામાં થઇને પસાર થાય છે. જેનાથી સ્થાનીક વેપારીઓને લાભ મળે છે. જમ્મુમાં નોંધણી કરાવવા આવતા શ્રધ્ધાળુઓ કે વહેલા આવી ગયેલા યાત્રાળુઓ રધુનાથ મંદિર માતા વૈષ્ણવદેવી અને અન્ય ધાર્મિક સ્થળો પર પણ જઇ આવે છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા સતત દેશભરના શ્રધ્ધાળુઓને અમરનાથની યાત્રાએ આવવાની અપીલ કરે છે તેની પણ અસર યાત્રામાં જણાય છે. 

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અરુણ ગુપ્તાએ કહ્યું કે અમરનાથ યાત્રાથી અમારા પ્રદેશની અર્થવ્યવસ્થાને બળ મળે છે. તેનો લાભ સ્થાનિક દુકાનદારો પ્રવાસન સબંધી ઘોડા-પાલખી પીઠ્ઠુનું કામ કરતા લોકોને મળી રહ્યો છે. આ વખતે પણ અમને આશા છે કે આ વર્ષની અમરનાથ યાત્રા અહીની અર્થવ્યવસ્થા માટે શુભ રહેશે.

 

Related News

Icon