સ્ટૅચુ ઓફ યુનિટી વિસ્તારમાં 43 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે. જેથી જંગલ સફારીમાં વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અગાઉના વર્ષોમાં તાપથી કેટલાક પ્રાણીઓને નુકશાન થયું હતું. જંગલ સફારીમાં વન્ય પ્રાણીઓ માટે 200 જેટલા કુલરો અને એસી અને ફુવારા લગાવવામાં આવ્યા છે. વિદેશી પ્રાણીઓ ગરમીમાં આકુળ વ્યાકુળ થતા બપોરના સમયે તમામ વન્ય પ્રાણીઓ માટે ફુવારા ચાલુ રાખવામાં આવે છે. જયારે વિદેશી પ્રાણીઓને ફ્રૂટ પણ ખવડાવવામાં આવે છે. 110 પ્રજાતિના પ્રાણીઓ છે. 47 જેટલા દેશ અને વિદેશથી પ્રાણીઓ અને પક્ષીઓ જંગલ સફારીમાં છે. 1900 જેટલા પ્રાણીઓ અને પક્ષીઓની સંખ્યા છે. અલગ અલગ જગ્યા ઉપર રાખવામાં આવેલા છે. વિદેશી પ્રાણીઓને ઠંડકની જરૂરિયાત છે. ગરમીથી બચાવવા માટે સતત કુલરો અને ફુવારા ચલાવવામાં આવે છે.ડોક્ટરોની ટીમો તૈનાત રાખવામાં આવી છે. અલગ અલગ પ્રકારના ઘાસના મંડપો બનાવવામાં આવ્યા છે. તેમાં વન્યપ્રાણીઓ બેસી રહે છે.