અમદાવાદ સહિત રાજ્યમાં પોલીસ વડાના આદેશ અસામાજિક તત્વો અને તેઓના ગેરકાયદે બાંધકામ સામે ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગુનેગાઓએ જાહેરમાં કાયદો હાથમાં લીધો હતો. આંબાવાડી સર્કલ પાસે એક યુવક પર ચાર શખ્સો લાકડીઓ લઈને ઢોરમાર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમદાવાદ શહેરના આંબાવાડી સર્કલ પાસે ચાર શખ્સો વાહનમાં સવાર થઈને આવીને એક યુવક પર લાકડીઓને લઈને તૂટી પડયા હતા અને યુવકને ઢોરમાર માર્યો હતો. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. નિહાર ઠાકોર નામના યુવક પર સૌરભ દેસાઈ, વિજય દેસાઈ અને ધવલ દેસાઈ સહિતના ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરીને બાદમાં એક્ટિવા પર જતા રહ્યા હતા. યુવકને માર મારવાની ઘટના અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અરજી નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.