Ankleshwar News: ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ ૧૬ લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો સાયબર પોલીસ મથકમાં પહોંચ્યો હતો. સાયબર ગઠીયાઓ પોલીસના કપડામાં વીડિયો કોલિંગ કરી શિક્ષક દંપતી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા રાજકોટથી બે આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

