એપલ દ્વારા હાલમાં જ iOS 18.4ને લોન્ચ કરવામાં આવી છે. જોકે આ અપડેટમાં એક ખામી છે. યુઝર દ્વારા ડિલીટ કરવામાં આવેલી એપ્લિકેશન ફરી ઇન્સ્ટોલ થઈ રહી છે. એપલના કમ્યુનિટી પેજ પર ઘણા યુઝર્સ દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી રહી છે. મોબાઈલને જેલબ્રેક ન કર્યો હોય અને થર્ડ-પાર્ટી એપ સ્ટોર પણ ન હોય ત્યાં પણ આવું થઈ રહ્યું છે. એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ ખામી હોવાનું લાગી રહ્યું છે, જેના કારણે યુઝર્સ આવી વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

