
86 વર્ષથી, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશ્વભરના મનોરંજન જગતના કલાકારો માટે એક મુખ્ય પ્લેટફોર્મ રહ્યું છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ કાન્સના રેડ કાર્પેટ પર હાજરી આપવા માટે ઉત્સુક હોય છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી બોલીવૂડ ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવી છે, અને ઘણી ફિલ્મોને એવોર્ડ પણ મળ્યા છે.
આ વર્ષે પણ ભારતીય સિનેમાની ઘણી ફિલ્મો પ્રીમિયર માટે કાન્સમાં પહોંચી છે, જેમાંથી એક 55 વર્ષ જૂની ફિલ્મ 'અરન્યેર દિન રાત્રિ' (Aranyer Din Ratri) છે. સત્યજીત રેની ક્લાસિક ફિલ્મ 'અરન્યેર દિન રાત્રિ' (Aranyer Din Ratri) એક એડવેન્ચર ડ્રામા છે. આ ફિલ્મની હવે કાન્સમાં સ્ક્રીનિંગ થઈ છે. ફિલ્મના પ્રીમિયર માટે સ્ટાર કાસ્ટના સભ્યો શર્મિલા ટાગોર અને સિમી ગરેવાલ કાન્સમાં પહોંચ્યા અને તેમના લુક્સથી બધાનું ધ્યાન ખેંચ્યું.
સાડીમાં શર્મિલા ટાગોરની સાદગી
કાન્સમાં રેડ કાર્પેટ પર વોક કરવા માટે સેલિબ્રિટીઓ સુંદર સને અદ્ભુત ડ્રેસ પહેરીને આવી છે, ત્યારે 80 વર્ષીય શર્મિલા ટાગોરે પોતાની સાદગીથી બધાના દિલ જીતી લીધા હતા. શર્મિલાએ ગોલ્ડન બોર્ડરવાળી સિમ્પલ ગ્રીન કલરની સાડી પહેરી હતી. તેમણે મિનીમલ મેકઅપ, પેન્ડન્ટ અને હાથમાં ગોલ્ડન ક્લચ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. શર્મિલાની આ સિમ્પલ સ્ટાઇલે ફેન્સના દિલ જીતી લીધા હતા.
સિમી ગરેવાલ રેડ કાર્પેટ પર ચમક્યા
ગ્લેમરસ ક્વીન સિમી ગરેવાલ વિશે વાત કરીએ તો, તેમણે 77 વર્ષની ઉંમરે પણ પોતાનું ગ્લેમર છોડ્યું નથી. તેઓ રેડ કાર્પેટ પર તેમના સિગ્નેચર વ્હાઈટ લુકમાં જોવા મળ્યા હતા. તેમણે લોંગ શ્રગ સાથે એક સુંદર વ્હાઈટ આઉટફિટ પહેર્યો હતો, જેને એક અનોખા નેકલેસ સાથે સ્ટાઇલ કરવામાં આવ્યો હતો. ખુલ્લા વાળ અને બ્રાઉન કલરની લિપસ્ટિક તેમના પર સારી લાગી રહી હતી.
આ પહેલા ઉર્વશી રૌતેલા, નિતાંશી ગોયલ, જેકલીન ફર્નાન્ડીઝ અને શાલિની પાસી જેવી સેલિબ્રિટીઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર હાજરી આપી ચૂકી છે. કરણ જોહરની ફિલ્મ 'હોમબાઉન્ડ' ની પણ કાન્સમાં સ્ક્રીનિંગ થશે, જેના માટે કરણ સાથે ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર પણ હાજર રહેશે.