Home / Sports : Sunil Gavaskar's prediction about Pakistan in Asia Cup 2025

Asia Cup 2025માં પાકિસ્તાનના રમવા પર Sunil Gavaskarની ભવિષ્યવાણી, કહ્યું- 'ભારત તેની સાથે કોઈ...'

Asia Cup 2025માં પાકિસ્તાનના રમવા પર Sunil Gavaskarની ભવિષ્યવાણી, કહ્યું- 'ભારત તેની સાથે કોઈ...'

પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં શોક અને ગુસ્સો છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદથી ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધા છે. દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) એ એક મોટી ભવિષ્યવાણી કરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો ગાવસ્કરની ભવિષ્યવાણી 

સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) માને છે કે એશિયા કપમાં રમવું પાકિસ્તાન માટે લગભગ અશક્ય બની રહેશે. ભારત તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) નું ભવિષ્ય જોખમમાં છે. ગાવસ્કરે કહ્યું કે પાકિસ્તાનને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે. એટલું જ નહીં ACCને પણ ભંગ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત એશિયા કપ 2025ની મેજબાની કરવાનું છે જે T20 ફોર્મેટમાં રમાશે. 

'BCCIનું વલણ એ જ છે...'

ગાવસ્કર (Sunil Gavaskar) એ આગળ કહ્યું, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું વલણ હંમેશા ભારત સરકાર કહે એ જ માનવાનું રહ્યું છે. તેથી મને નથી લાગતું કે એશિયા કપ મામલે કોઈ ફેરફાર થશે. ભારત અને શ્રીલંકા એશિયા કપના આ વખતના યજમાન છે, તેથી તે તેમના પર નિર્ભર કરે છે કે પાકિસ્તાન એશિયા કપનો ભાગ બનશે કે નહીં."

Related News

Icon