
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસમાં એક ઘાતકી હુમલાની ઘટના સામે આવી છે. ચિકન વેચનાર એક શખ્સે ચિકન કાપવાના હથિયારથી યુવક પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
ગંભીર રીતે ઘાયલ
રોહિત રમાણી નામના યુવક પર આ હુમલો થયો છે. આરોપીએ ગળાના ભાગે અને પેટના ભાગે ચાકૂના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો છે. હાલ ઘાયલ રોહિતને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું સારવાર ચાલી રહી છે.
અંગત અદાવતમાં હુમલો
હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હુમલાનો સાચો કારણ શેના કારણે થયો એ હજુ બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ વ્યક્તિગત અદાવત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધવી શરૂ કરી છે અને આરોપીને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી છે.