સુરતની મેડિકલ કોલેજ અને સ્મીમેર હોસ્પિટલમાં ફરી એક વાર વિવાદમાં આવી છે. રેસિડેન્ટ ડોકટરોની બેદરકારી સામે આવી છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવી હતી. જો કે, ઘણો સમય વિતવા છતાં કોઈ સારવાર ન આપવામાં આવી નહોતી. જેથી દર્દીના સંબંધીઓ ઉકળી ઉઠ્યાં હતાં. સાથે જ વીડિયો ઉતારીને સમગ્ર ઘટનાને પ્રકાશમાં લાવવા પ્રયત્ન કર્યો હતો.