
સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં ટિકિટ ચોરીનો મોટું દૂષણ છે. આ દૂષણ ડામવા માટે પાલિકાએ વગર ટિકિટના મુસાફરો પાસે દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હવે આજથી અમલ શરૂ કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે.
ટિકિટ કૌભાંડ અટકાવવા પ્રયાસ
સુરત અને કાટવાળા શહેરમાં સામૂહિક પરિવહન માટે સીટી બસ અને બીઆરટીસીએસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ થઈ ત્યારથી જ ટિકિટ કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડ અટકાવવા કંડકટર સામે પગલા ભરવાનું શરૂ કર્યું છે તેમ છતાં આ સમસ્યા બંધ થતી નથી. ટિકિટ નહીં આપવાનો કૌભાંડ ચાલી રહ્યું છે, જેને અટકાવવા પાલિકાએ હવે મુસાફરો સામે પણ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષાત્મક કાર્યવાહી કરાશે
આ અંગે માહિતી આપતા ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, દિલ્હી ગેટ ટર્મિનલ ખાતે બસ કંડકટર, ટિકિટ ચેકર, ડ્રાઇવર અને પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવામાં આવી છે. આ બેઠકોનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મુસાફરો તમે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. પાલિકાની બસ સેવામાં ટિકિટ વગર મુસાફરી કરવીએ ગુનો છે, હવે પછી માલિક બસમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસે પણ દંડ વસૂલવામાં આવશે. ટિકિટ વગર મોટા વ્યક્તિ મળી આવે તો તેની પાસે 100 રૂપિયા અને બાળકો પકડાઈ તો પચાસ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.