ભારતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે અને દર વર્ષે લગભગ 10 લાખ લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે ત્યારે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન (ડીઓટી) સફાળું જાગ્યું છે. ડીઓટીએ સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા મનાતા 28 હજારથી વધારે મોબાઈલ હેન્ડ સેટ બ્લોક કરવા અને 20 લાખથી વધારે મોબાઈલ કનેક્શન્સ એટલે કે સિમકાર્ડનું રી-વેરીફિકેશન કરવા ફરમાન કર્યું છે.

