
જો તમને લાગે છે કે આધાર કાર્ડ નાના બાળકો માટે નથી બનતું તો તમે ખોટા છો. ભારતમાં પ્રથમ GenBeta બાળકને તેનું આધાર કાર્ડ મળ્યું છે, જેની માહિતી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને આપવામાં આવી છે. UIDAI એ તેના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ પ્રકાશિત કરી છે જેમાં તેણે કહ્યું છે કે, "ભારતના પ્રથમ GenBeta બાળકને તેનું આધાર મળ્યું! આધાર દરેક માટે છે." આધાર કાર્ડ 5 વર્ષથી ઓછી ઉંમરના અને તેથી વધુ ઉંમરના બાળકો માટે પણ બનાવવામાં આવે છે.
જો તમે પણ બાળક માટે આધાર કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે તમે બાળ આધાર અથવા બ્લુ આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકો છો. જો તમે નજીકના આધાર સેવા કેન્દ્રમાં નથી જવા માંગતા, તો તમે ઘરે બેઠા પણ આ પ્રક્રિયાને ફોલો કરી શકો છો. ચાલો જાણીએ કે ઘરે બેઠા બાલ આધારનું રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે ભરી શકાય છે.
https://twitter.com/UIDAI/status/1908135410259124238
બાળ આધાર કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ
- માતા-પિતા બંનેનું આધાર કાર્ડ
- સરનામાનો પુરાવો
- મોબાઈલ નંબર
- બાળકનો તાજેતરનો ફોટો
- બાળકનું બર્થ સર્ટીફીકેટ
બાળ આધાર કાર્ડ માટે જરૂરી પાત્રતા
- અરજદાર બાળકની ઉંમર 5 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- ભારતનો કાયમી નિવાસી હોવો જરૂરી છે.
બાયોમેટ્રિક્સ
- 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ સ્કેન જરૂરી નથી.
- 5 વર્ષની ઉંમર પછી બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું જરૂરી રહેશે.
ઘરે બેઠા બાળ આધાર કાર્ડ માટે આ રીતે અરજી કરો
- UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કર્યા પછી, નજીકના આધાર કેન્દ્રને પસંદ કરો.
- પસંદગી પછી, એપોઈન્ટમેન્ટ બુક કરો અને તારીખ નક્કી કરો.
- વેરિફિકેશન પ્રોસેસ આગળ વધારવા માટે તમારો મોબાઈલ ફોન નંબર એડ કરો.
- મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કર્યા પછી એપોઈન્ટમેન્ટ બુકિંગ કરવામાં આવશે.
- તમે આધાર કેન્દ્ર પર જઈને બાળ આધાર કાર્ડ બનાવી શકો છો.
બાળ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું
- UIDAIની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- આધાર કાર્ડ નંબર અથવા રજીસ્ટ્રેશન ID દાખલ કરો.
- કેપ્ચા કોડ દાખલ કર્યા પછી, મોબાઈલ નંબર પર OTP આવશે.
- તમારા મોબાઈલ ફોન પર મળેલ OTP એન્ટર કરો.
- આ પછી તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.