Home / Business : How to update new mobile number in Aadhaar card? Know the process

આધાર કાર્ડમાં નવો મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરવો? જાણો ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા

આધાર કાર્ડમાં નવો મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરવો? જાણો ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા

આજના સમયમાં, આધાર કાર્ડ સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આધારની બધી ઓનલાઈન સુવિધાઓનો લાભ લેવા માટે, તમારો મોબાઈલ નંબર UIDAI સાથે લિંક હોવો આવશ્યક છે. આનું કારણ એ છે કે જ્યારે પણ તમે આધાર કાર્ડમાં ઓનલાઈન કોઈ ફેરફાર કરો છો, ત્યારે તમને ચકાસણી માટે એક OTP મળે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું આધાર કાર્ડમાં નંબર ઓનલાઈન અપડેટ કરી શકાય?
જો તમે નવો નંબર લીધો છે અને તમે તમારા નવા નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગો છો, તો તમે આ સરળતાથી કરી શકો છો. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકાય છે? હા.. તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ઓનલાઈન અને ઓફ લાઇન બંને રીતે અપડેટ કરી શકો છો. 

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની ઓફલાઇન પ્રક્રિયા

તમારે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે. તમે UIDAI વેબસાઇટ (https://appointments.uidai.gov.in/easearch.aspx) ની મુલાકાત લઈને તમારા નજીકના કેન્દ્રને શોધી શકો છો.
આધાર સેવા કેન્દ્રની મુલાકાત લો અને આધાર અપડેટ/સુધારણા ફોર્મ ભરો. આ ફોર્મમાં તમારો નવો મોબાઇલ નંબર દાખલ કરો.

આ ફોર્મ સાથે, તમારે તમારું આધાર કાર્ડ અને અન્ય ઓળખ કાર્ડ જેમ કે મતદાર ID અથવા પાસપોર્ટ વગેરે સબમિટ કરવા પડશે.

તમારી બાયોમેટ્રિક ચકાસણી અહીં થશે. આમાં ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેનનો સમાવેશ થઈ શકે છે.

હવે મોબાઇલ નંબર અપડેટ કરવા માટે, તમારે ફી ચૂકવવી પડશે, જેના માટે તમને એક સ્લિપ મળશે. આ રીતે તમારો નવો નંબર અપડેટ થશે.

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની ઓનલાઈન પ્રક્રિયા

તમારે https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લેવી પડશે.
હોમ પેજ પર "બુક એન એપોઇન્ટમેન્ટ" પર ક્લિક કરો.
હવે તમારો વિસ્તાર પસંદ કરો અને "પ્રોસીડ ટુ બુક એપોઇન્ટમેન્ટ" પર ક્લિક કરો.
હવે આધાર અપડેટ વિકલ્પમાં મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને જનરેટ OTP પર ક્લિક કરો.
હવે એપોઇન્ટમેન્ટ વિગતો ભરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. આગલા પેજ પર, તમારે તમારી વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
હવે મોબાઇલ નંબર વિકલ્પ પર ટિક કરો અને આગળ બટન પર ક્લિક કરો. આગલા પેજમાં તમારે દિવસ અને તારીખ પસંદ કરવાની રહેશે.
હવે તમને એક રસીદ મળશે, જેમાં બધી માહિતી હશે. તમારે આ રસીદ નિયત તારીખે આધાર કેન્દ્ર પર બતાવવાની રહેશે.
આ રીતે, ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કરીને, તમે આધાર કેન્દ્ર પર તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો.


Icon