Home / Auto-Tech : Meta company launches gaming accelerator in India

Tech News : મેટા કંપનીએ ઇન્ડિયામાં લોન્ચ કર્યું ગેમિંગ એક્સેલરેટર, જાણો શું છે આ પ્રોગ્રામ?

Tech News : મેટા કંપનીએ ઇન્ડિયામાં લોન્ચ કર્યું ગેમિંગ એક્સેલરેટર, જાણો શું છે આ પ્રોગ્રામ?

ફેસબુક અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટાએ ભારતમાં નવો ગેમિંગ એક્સેલરેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ નાના અને મધ્યમ વર્ગના ગેમ ડેવલપર્સ માટે ખૂબ જ મદદરૂપ થશે. એની મદદથી આ ડેવલપર્સ મોટી ગેમો બનાવી શકે છે. આ લોન્ચ ફેસમાં મેટા કંપની ભારતના 20-30 ડેવલપર્સ અને સ્ટુડિયો પસંદ કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું છે આ પ્રોગ્રામ?

ગેમિંગ એક્સેલરેટર લોન્ચ કરીને મેટા ટેલેન્ટ ધરાવતા વ્યક્તિઓને ઓળખી તેમને ટ્રેઇનિંગ આપશે જેથી નાના અને મધ્યમ વર્ગના ડેવલપર્સ વધુ સારી ગેમો બનાવી શકે. ત્રણ મહિનાની અંદર, મેટા દ્વારા સિલેક્ટ કરાયેલા ડેવલપર્સને મોનેટાઇઝેશન અંગે ગાઇડન્સ આપવામાં આવશે. યુઝર્સ કેવી રીતે મેળવવા, ક્રોસ-બોર્ડર સ્કેલિંગ, અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ગેમ્સ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ મેટા AIનો ગેમિંગમાં ઉપયોગ કેવી રીતે કરી શકે, એ પર ફોકસ કરાશે.

નોકરી પર સંકટ

મેટા દ્વારા જે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓટોમેશનનો ઉપયોગ દિવસે-દિવસે વધુ થઈ રહ્યો છે, જેના કારણે જેમને AIનો ઉપયોગ કરતાં નહીં આવડે, તેમની નોકરી જોખમમાં આવી શકે. આથી મેટા ડેવલપર્સને AI ટૂલ્સ આપી રહી છે. આ ટૂલની મદદથી યુઝર્સ તેમની સ્કિલને વધુ નિખારી શકે છે અને તેઓ પોતે પણ AI-રેડી બની શકે. મેટા દ્વારા ડેવલપર્સને ગેમિંગ ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

મેટાએ કરી પાર્ટનરશિપ

મેટાએ આ ગેમિંગ એક્સેલરેટર પ્રોગ્રામને ચાર વેન્ચર કેપિટલ ફંડ્સ સાથે મળીને લોન્ચ કર્યું છે. બિટક્રાફ્ટ વેન્ચર્સ, કલારી કેપિટલ, લુમિકાઇ ફંડ, અને એલિવેશન કેપિટલ સાથે મેટા આ પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે. આ પ્રોગ્રામના અંતે, મેટા દ્વારા એક ડેમો રાખવામાં આવશે. આ દિવસે ડેવલપર્સ તેમની કળાને રજૂ કરશે અને દુનિયામાં આવતી મુશ્કેલીનો સામનો કેવી રીતે કરી શકે, તે પણ દેખાડશે. આ ઇવેન્ટમાં ઇન્વેસ્ટર્સ અને ઇન્ડસ્ટ્રીના સ્ટેકહોલ્ડર્સ હાજરી આપશે, અને તેમને જે ડેવલપર્સ ગમ્યા હોય, તેમને ફંડિંગ પૂરી પાડી શકે.

લોકલ સ્ટોરીને સફળતા

મેટા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને હેડ અરુણ શ્રિનિવાસ કહે છે, "ગેમિંગ એક્સેલરેટર પ્રોગ્રામ દ્વારા ભારતના ગેમિંગ ડેવલપર્સને લેટેસ્ટ એડ્વરટાઇઝમેન્ટ ટૂલ, શીખવવા માટે એક્સપર્ટ, અને જરૂરી ગાઇડન્સ પૂરી પાડવામાં આવશે. મેટા દ્વારા રાખવામાં આવેલા તમામ સેશન્સ સાથે ભારતની વેન્ચર કેપિટલ ફર્મ દ્વારા પણ ગાઇડન્સ આપવામાં આવશે, જેનાથી લોકલ સ્ટોરીને સફળતા મળશે અને તેઓ પોતાની કંપનીને દુનિયાભરમાં લૉન્ચ કરી શકશે."

Related News

Icon