જે લોકો એન્ડ્રોઇડને પસંદ કરે છે તે મોટાભાગના લોકો OnePlus ફોન જ ખરીદી છે. પરંતુ ઘણી વખત લોકો ઊંચી કિંમતને કારણે તેને ખરીદી શકતા નથી. પરંતુ Amazon પર કેટલીક ખાસ ઓફર હેઠળ OnePlusનો બજેટ ફોન તેનાથી પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે. Amazon.in પર કેટલીક પ્રાઇમ ડે ડીલ્સ જાહેર કરવામાં આવી છે. પેજ પરથી મળેલી માહિતી અનુસાર, ગ્રાહકો OnePlus Nord CE4 Lite 20,999 રૂપિયાને બદલે 15,999 રૂપિયામાં ખરીદી શકે છે. જોકે, અહીં નોંધનીય બાબત એ છે કે તેની સાથે બેંક ઓફર પણ જોડાયેલી છે.

