
ટેલિકોમ્યુનિકેશન વિભાગે ફરી એકવાર સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી કરી છે અને 22 લાખ વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ ફેક કોલ અને મેસેજ દ્વારા લોકોને છેતરવા માટે થાય છે. ઘણા યૂઝર્સે આ વોટ્સએપ એકાઉન્ટ્સની ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંચાર સાથી પોર્ટલને જાણ કરી છે. સાયબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓને રોકવા માટે DoT સક્રિય છે.
સાયબર ક્રાઈમ પર મોટો હુમલો
તાજેતરમાં 4.2 કરોડ મોબાઈલ નંબર બ્લોક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 27 લાખ મોબાઈલ હેન્ડસેટના IMEI નંબરો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરી છે. DoT એ તેની પોસ્ટમાં જણાવ્યું કે સાયબર છેતરપિંડી નિવારણ! 'સંચાર સાથી' ની મદદથી સાયબર ગુનાને લગતા 22 લાખ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. નકલી એકાઉન્ટ અને સાયબર છેતરપિંડીને રોકવા માટેનું આ પગલું ડિજિટલ ભારતને સુરક્ષિત અને વિશ્વસનીય બનાવી રહ્યું છે.
https://twitter.com/DoT_India/status/1940756233486848176
આ ઉપરાંત સાયબર ગુના અટકાવવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે 27 લાખ મોબાઇલ ફોનને અમાન્ય કર્યા છે. સંચાર સાથી પોર્ટલ પર રિપોર્ટ કર્યા પછી લાખો મોબાઇલ નંબરોના IMEI નંબરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીને કારણે લાખો મોબાઇલ નંબર હવે ઉપયોગ કરવાને લાયક નથી રહ્યાં.
સંચાર સાથી પોર્ટલ પર રિપોર્ટ કેવી રીતે કરવો?
- આ માટે પહેલા તમારે સંચાર સાથીની વેબસાઇટ અથવા એપ પર જવું પડશે.
- પછી તમારે તે નંબર, ઇમેઇલ વગેરે દાખલ કરવા પડશે જેમાંથી તમને કોલ અથવા એસએમએસ આવ્યો છે.
- આ પછી તમારે મેસેજ અથવા કોલનો સ્ક્રીનશોટ અપલોડ કરવાનો રહેશે.
- હવે તમારે તે નંબરની માહિતી દાખલ કરવાની રહેશે જેના પર કોલ અથવા મેસેજ આવ્યો છે.
- પછી કોલ અથવા મેસેજ કયા સમયે આવ્યો તે ભરો.
- બાદમાં તમારો મોબાઇલ નંબર, ઇમેઇલ વગેરે દાખલ કર્યા પછી તમને એક OTP મળશે.
- OTP દાખલ કરો અને પછી તમારો સાયબર ક્રાઇમ રિપોર્ટ સંચાર સાથી પોર્ટલ અથવા એપ પર કરવામાં આવશે.