Home / Auto-Tech : These three cars were banned from the country within 2 months

2 મહિનાની અંદર જ આ ત્રણ કારનું વેચાણ થયુ બંધ, ટાટા મોડેલનો પણ સમાવેશ

2 મહિનાની અંદર જ આ ત્રણ કારનું વેચાણ થયુ બંધ, ટાટા મોડેલનો પણ સમાવેશ

એક તરફ વર્ષ 2025માં ઘણી શાનદાર કારનું લોન્ચિંગ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ કારની સફર પણ હંમેશા માટે સમાપ્ત થઈ રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં બે ઓડી કાર A8 L અને RS5 સ્પોર્ટબેક તેમજ ટાટા નેક્સોન EVના 40.5kWh બેટરી પેક મોડેલ બંધ કરવામાં આવ્યા છે. અને આગળનો નંબર મારુતિ સિયાઝનો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓડી A8 Lનું વેચાણ બંધ 

ઓડી A8 Lની ચોથી પેઢી 2017માં વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. તે ભારતમાં 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી તેનું ફેસલિફ્ટ વર્ઝન 2022માં રજૂ કરવામાં આવ્યું. તેમાં ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ રીઅર સીટ્સ, મેટ્રિક્સ લાઇટ્સ અને એડેપ્ટિવ એર સસ્પેન્શન જેવા ફીચર્સ છે. તેમાં 3.0-લિટર TFSI V6 ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું હતું. જોકે, હવે કંપનીએ આ કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

ઓડી આરએસ5 સ્પોર્ટબેકનું વેચાણ બંધ

આ કાર કંપની દ્વારા 2021માં લોન્ચ કરવામાં આવી હતી. 1.13 કરોડ રૂપિયાની કિંમતવાળી આ કારમાં 2.9- લીટર ટ્વીન-ટર્બો V6 એન્જિન છે જે 444 બીએચપી અને 700 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં ક્વાટ્રો ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ હતી. તેમાં ઢાળવાળી કૂપ રૂફલાઇન અને સ્પોર્ટી ડિઝાઇન છે. આ કાર માત્ર 4 સેકન્ડમાં 0-100 કિમી/કિલોમીટરની ઝડપે દોડે છે. આ કાર હવે બંધ કરી દેવામાં આવી છે.

ટાટા નેક્સન EV 40.5kWh પણ બંધ કરી દેવામાં આવી છે

ટાટા મોટર્સે તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV Nexon EVના મિડ-સ્પેક 40.5kWh બેટરી વર્ઝનને કાયમ માટે બંધ કરી દીધું છે. સપ્ટેમ્બર 2023માં Nexon EV ફેસલિફ્ટ લોન્ચ સમયે આ ઓલ-ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ SUV 30kWh (MR) અને 40.5kWh (LR) બેટરી વિકલ્પો સાથે ઓફર કરવામાં આવી હતી. ટાટાએ એક વર્ષ પછી તેમાં 45kWh બેટરી વિકલ્પ ઉમેર્યો છે. એટલે કે 40.5kWh બેટરી બેકને 45kWh દ્વારા બદલવામાં આવી છે.

મારુતિ સિયાઝ એપ્રિલમાં બંધ થશે

મારુતિ સુઝુકી ભારતમાં તેની લોકપ્રિય મધ્યમ કદની સેડાન સિયાઝનું વેચાણ બંધ કરવાની તૈયારી કરી રહી છે. સિયાઝનું વેચાણ ઘણા વર્ષોથી સતત ઘટી રહ્યું છે. ઓટોકાર ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, સિયાઝ એપ્રિલ 2025 સુધીમાં બંધ થઈ જશે. જ્યારે તેનું ઉત્પાદન માર્ચ 2025 સુધીમાં બંધ થવાની ધારણા છે. કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

 

Related News

Icon