જો તમે વર્ષો જૂનો સ્માર્ટફોન વાપરતાં હોવ, તો હવે તે નવા વર્ષથી બિનઉપયોગી બની શકે છે. સૌથી વધુ વપરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ હવે નવા વર્ષમાં દાયકા જૂના એન્ડ્રોઈડ ડિવાઇસમાં સપોર્ટ નહીં કરે. રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઈડ કિટકેટ હાર્ડવેર પર સંચાલિત સ્માર્ટફોનમાં 1 જાન્યુઆરી, 2025થી વોટ્સએપ સપોર્ટ નહીં કરે અર્થાત્ જે લોકો 10 વર્ષ કે 10 વર્ષથી જૂનો સ્માર્ટફોન હજુ પણ વાપરી રહ્યા છે તેઓ વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે.

