Happy Passia : પંજાબમાં 14 ગ્રેનેડ એટેક કરનાર બબ્બર ખાલસાનો આતંકવાદી(Babbar Khalsa terrorist) હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની(Happy Passia :) અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં બેસીને તે પંજાબમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘરની બહાર પણ તેણે ગ્રેનેડ એટેક કરાવ્યો હતો. ગત સાત મહિનામાં પંજાબમાં ઓછામાં ઓછા 16 ગ્રેનેડ એટેક થયા છે. તેમાંથી 14નો માસ્ટર માઇન્ડ હેપ્પી પાસિયા જ હતો. પાસિયા પર ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાનો પણ આરોપ છે.

