લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠાના લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પ્રચાર અર્થે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસકાંઠા-પાટણની મુલાકાતે હતા. આ દરમિયાન પાટીલે નીતિન પટેલના એક નિવેદનને લઇને ટિપ્પણી કરી હતી જેની ભારે ચર્ચા થઇ રહી છે. પાટીલે કહ્યું કે, બૈરા સામે મારૂં તો શું નીતિન કાકાનું ય કંઇ ઉપજતું નથી. મહત્ત્વપૂર્ણ છે કે, બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

