Home / World : Trump will prevent another war, Netanyahu will go to Washington next week

ટ્રમ્પ વધુ એક યુદ્ધ અટકાવશે, નેતન્યાહૂ આગામી સપ્તાહ જશે વોશિંગ્ટન

ટ્રમ્પ વધુ એક યુદ્ધ અટકાવશે, નેતન્યાહૂ આગામી સપ્તાહ જશે વોશિંગ્ટન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું હોવાનો દાવો કર્યા બાદ હવે તેમણે ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસો શરૂ કરી દીધા છે. ટ્રમ્પે આજે ગાઝામાં સંઘર્ષ વિરામ પર ચર્ચા-વિચારણા ફરી શરૂ કરવા અપીલ કરી છે અને એક સમજૂતીનું આહવાન કર્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 20 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રિપોર્ટમાં સંકેત મળ્યા છે કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધ બંધ કરવાની સમજૂતી નજીક પહોંચી ગયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બેન્જામિન નેતન્યાહૂ વોશિંગ્ટન જશે

મીડિયા રિપોર્ટ મુજબ એક ઈઝરાયલી અધિકારીના દાવા મુજબ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આગામી સપ્તાહમાં વોશિંગ્ટન જઈ શકે છે, જે નવી સમજૂતી પર કામ થઈ રહ્યું હોવાના સંકેત છે. આ મામલે અધિકારીએ વધુ માહિતી આપી નથી, પરંતુ નેતન્યાહૂ ગાઝા યુદ્ધ મામલે વોશિંગ્ટન જઈ રહ્યા હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

ટ્રમ્પે કરી પોસ્ટ

ટ્રમ્પે રવિવારે એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘MAKE THE DEAL IN GAZA. GET THE HOSTAGES BACK.ગાઝામાં સમજૂતી કરો, બંધકોને પરત લાવો’. અગાઉ ટ્રમ્પે યુદ્ધવિરામની આશા વ્યક્ત કરી કહ્યું હતું કે, ‘આગામી અઠવાડિયાની અંદર સંઘર્ષ વિરામ સમજૂતી થઈ શકે છે. અમે ગાઝા યુદ્ધવિરામ માટે કામ કરી રહ્યા છીએ અને તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

ઈઝરાયલ-હમાસના સામસામે આક્ષેપ, યુદ્ધવિરામની સંભાવના નહિવત

એકતરફ ટ્રમ્પ યુદ્ધવિરામની અપીલ કરી રહ્યા છે, તો બીજીતરફ ઈઝરાયલ અને હમાસ એકબીજા પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. હમાસના અધિકારી મહમૂદ મરદાવીએ નેતન્યાહૂ પર યુદ્ધવિરામ અટકાવવાનો આરોપ લખાવી કહ્યું કે, ‘ઈઝરાયલી નેતા એક કામચલાઉ સમજૂતી માટે દબાણ કરી રહ્યા છે, જેમાં માત્ર 10 બંધકો છોડીશું.’ બીજીતરફ નેતન્યાહૂના પ્રવક્તા ઓમર દોસ્તરીએ મરદાવીના દાવા પર કોઈપણ ટિપ્પણી કર્યા વગર કહ્યું કે, ‘યુદ્ધ બંધ કરવામાં એકમાત્ર હમાસ જ અડચણ છે.’ હમાસે એવું પણ કહ્યું કે, ‘ઈઝરાયલના તમામ સૈનિકો પાછા ફરે અને યુદ્ધ ખતમ કરે તો અમે તમામ બંધકોને છોડી મૂકવા તૈયાર છીએ.’ તો ઈઝારયલે હમાસના પ્રસ્તાવનો અસ્વિકાર કરી કહ્યું કે, ‘જો હમાસ આત્મસમર્પણ કરે, હથિયારો છોડી દે, દેશમાંથી જતા રહે તો અમે યુદ્ધ સમાપ્ત કરવા માટે સંમત થઈ જઈશું’ હમાસે ઈઝરાયલના આ પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો છે.

યુદ્ધમાં ભયાનક માનવતાવાદી દુર્ઘટના

7 ઓક્ટોબર-2023ના રોજ હમાસે ઈઝરાયેલમાં અચાનક હુમલો કરતા 1200 લોકો મોત થયા હતા. તે વખત હમાસના લોકો 250 લોકોને બંધક બનાવી લઈ ગયા હતા. આમાંથી 50 લોકો હજુ પણ બંધક છે અને અડધાથી ઓછા લોકો જીવિત હોવાનો અંદાજ છે. ત્યારથી ઈઝરાયલ ગાઝા પર બોમ્બમારો કરી રહ્યું છે અને 20 મહિનાથી ચાલતા આ બોમ્બમારા દરમિયાન 56000 થી વધુ લોકો માર્યા ગયા છે.

Related News

Icon