
લાફ્ટર ક્વીન ભારતી સિંહ (Bharti Singh) ને કોણ નથી જાણતું? આજે તે દરેક ઘરમાં લોકપ્રિય બની ગઈ છે. એટલું જ નહીં, આજે પણ જ્યારે ભારતી (Bharti Singh) માઈક લઈને સ્ટેજ પર આવે છે, ત્યારે કરોડો દર્શકો તેની કોમેડી સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. ભારતી (Bharti Singh) આજે જે સ્ટારડમ માણી રહી છે તે પ્રાપ્ત કરવું તેના માટે બિલકુલ સરળ નહતું. અથવા એમ કહી શકાય કે પંજાબના અમૃતસરની રહેવાસી ભારતી સિંહ (Bharti Singh) એ ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો. એવા સમયે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવાનો પ્રયાસ કર્યો જ્યારે ફક્ત મેલ કોમેડિયનનું વર્ચસ્વ હતું. ઘણા વર્ષો ગરીબીમાં વિતાવ્યા પછી, આજે ભારતી વૈભવી જીવન જીવી રહી છે. તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. ચાલો તેના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
બાળપણ ગરીબીમાં વિતાવવું પડ્યું
3 જુલાઈ 1984ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલી ભારતી સિંહ (Bharti Singh) નું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું હતું. ઘણા ઇન્ટરવ્યુમાં, તેણે પોતે ખુલાસો કર્યો છે કે તે માત્ર બે વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું. આ પછી, પરિવારની સંપૂર્ણ જવાબદારી તેની માતા પર આવી ગઈ હતી. અહીંથી ભારતી (Bharti Singh) નો સંઘર્ષ શરૂ થયો પરંતુ તેણે જીવનની સમસ્યાઓ સામે ક્યારેય હાર ન માની. તેણે મીઠું અને રોટલી ખાઈને પણ દિવસો કાઢ્યા અને પોતાના ભાગ્ય સામે લડીને કંઈક કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. તેનો આ દૃઢ નિશ્ચય તેને મુંબઈ લઈ આવ્યો.
આખા દેશની લાફ્ટર ક્વીન કેવી રીતે બની?
ભારતી સિંહ (Bharti Singh) વિશે એવું કહેવાય છે કે બાળપણથી જ તેનામાં લોકોને હસાવવાની પ્રતિભા હતી. આ પ્રતિભા તેને 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' સુધી લઈ ગઈ. જોકે આ શોમાં મોટાભાગે મેલ કોમેડિયન હતા, પરંતુ ભારતી સિંહ (Bharti Singh) એ પોતાની પ્રતિભાથી બધા મેલ કોમેડિયનમાં પોતાની ઓળખ બનાવી. ક્યારેક 'લલ્લી' બનીને તો ક્યારેક 'તિતલી યાદવ' બનીને, ભારતી (Bharti Singh) એ પોતાના રસપ્રદ પાત્રોથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા અને 'લાફ્ટર ક્વીન' નું બિરુદ મેળવ્યું.
ભારતી સિંહની નેટવર્થ
ભારતી સિંહ (Bharti Singh) એ ભલે તેનું બાળપણ ગરીબીમાં વિતાવ્યું હોય પરંતુ આજે તે વૈભવી જીવન જીવે છે. પોતાની મહેનતના બળ પર, તેણે પોતાને મજબૂત બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતી (Bharti Singh) ની નેટવર્થ લગભગ 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે તેના પતિ હર્ષ લિંબાચિયા અને પુત્ર ગોલા સાથે એક આલિશાન ફ્લેટમાં રહે છે.