Home / Gujarat / Bharuch : Remand of MGNREGA scam accused complete

VIDEO: Bharuchના મનરેગા કૌભાંડના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ, હીરા જોટવા સહિતનાને સબજેલ ધકેલાયા

ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓનો કામ સંભાળનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા કરતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

Related News

Icon