કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને રવિવારે કહ્યું કે તેઓ બિહારના હિતમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. તેમણે કહ્યું કે તેમના વિરોધીઓ તેમના માર્ગમાં અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખે રવિવારે છપરાના રાજેન્દ્ર સ્ટેડિયમમાં આયોજિત 'નવ સંકલ્પ મહાસભા' ને સંબોધિત કરતી વખતે એક મોટી જાહેરાત કરી. ચિરાગ પાસવાને કહ્યું કે તેમની પાર્ટી બિહારમાં 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDAનો ભાગ રહેલા લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન દ્વારા આપવામાં આવેલું આ નિવેદન ભાજપ અને JDU ની મુશ્કેલીઓ વધારી શકે છે.

