Panchmahal news: અખાત્રીજના પર્વ પર પંચમહાલ જિલ્લામાં સર્જાયેલા એક અકસ્માતમાં પરિવાર વિખેરાયો હતો. ગોધરા-વડોદરા હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા બે લોકોનાં મોત થયા હતા. વેજલપુર નજીક બાઈક પર જતા પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં બાઈકસવારે બેલેન્સ ગુમાવતા રોડ પર રહેલા માઈલસ્ટોન સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ઘટનાસ્થળે બે લોકોનાં મોત થયા હતા. અન્ય એક વ્યકિતને સારવાર માટે ગોધરા ખસેડાયો હતો.

