
અમદાવાદમાં બાળકના જન્મ અને મરણની નોંધણી કરાવવાની ફીમાં વધારો થયો છે. જેથી હવે આવી નોંધણી મોંઘી બની ગઈ છે. જન્મ-મરણ નોંધણી અધિનિયમ હેઠળ ફીમાં વધારો કરાયો છે. આ નવા નિયમો લાગુ થઈ ચુક્યા છે. જન્મ તેમજ મૃત્યુ બાદ 21 દિવસ સુધી નોંધ કરાવો તો તેની ઉપર કોઈ ફી ચુકવવી નહીં પડે. આ નોંધણી બિલ્કુલ ફ્રી છે. ત્યારબાદ 21 દિવસ બાદ નોંધણી કરાવો તો ફીમાં વધારો થાય છે.
જન્મ અને મરણનાી 20 દિવસમાં નોંધણી કરાવો તો બે રૂપિયાના 20 રૂપિયા, 30 દિવસથી એક વર્ષ સુધી નોંધણી કરાવો તો પાંચ રૂપિયાના 50 થયા છે. જન્મ..મૃત્યુની એક વર્ષ પછી મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલ હુકમ બાદ નોંધણી કરવા માટે દસ રૂપિયાના સો રૂપિયા થયા છે. જન્મ મરણ નોંધણીના પ્રથમ વર્ષમાં નોંધ શોધવા માટે અગાઉ 2 રૂપિયા હતા હવે 20 રૂપિયા થયા છે.