Home / India : employees suspended for making obscene video of BJP leader

ભાજપ નેતાનો અશ્લીલ વિડિયો વાયરલ કરનારા ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ

ભાજપ નેતાનો અશ્લીલ વિડિયો વાયરલ કરનારા ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર યૌન સંબંધ બનાવનાર ભાજપ નેતા મનોહર ધાકડના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વાયરલ વાંધાજનક વિડિયો અંતર્ગત ત્રણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સખ્ત કાર્યવાહી કરતાં વિડિયો વાયરલ કરનારા ત્રણ જણાને નોકરીમાંથી છૂટા કર્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મધ્ય પ્રદેશના ભાજપ નેતાના વિડિયો વાયરલ કરવા બાબતે બરતરફ કરાયેલા કર્મચારીઓ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના નથી પરંતુ તેઓ MKC ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે સંકળાયેલા હતા. NHAI સાથે કરાર પર કામ કરતી રોડ મેન્ટેનન્સ અને મોનિટરિંગ એજન્સીના આ કર્મચારીઓ છે.

NHAI ના પ્રોજેક્ટ ડિરેક્ટર સંદીપ પાટીદારે જણાવ્યું હતું કે, NHAI એ MKC કંપનીને વાયરલ થયેલા વિડિયો અંગે જાણ કરી હતી. એ પછીથી કંપનીએ તપાસ કરીને ત્રણ દોષિત કર્મચારીઓને બરતરફ કર્યા હતા. આ બધા કર્મચારીઓ ૧૩ મેની રાત્રે નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા.

વહીવટીતંત્રની સખ્તાઈ અને સંવેદનશીલ ફૂટેજની ગુપ્તતાને કારણે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દેખરેખ અને નિયંત્રણનું સ્તર વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

Related News

Icon