મંગળવારે ચીનમાં એક કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. વિસ્ફોટના કારણે આસપાસની અનેક બિલ્ડિંગોને નુકસાન પણ થયું છે. સ્થાનિક અધિકારીઓએ બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે.

