શેતુર તેના મીઠા સ્વાદ અને ઉચ્ચ ગુણવત્તાવાળા પોષણને કારણે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહી છે. શેતુર વિટામિન સી અને અન્ય સંયોજનોથી ભરપૂર હોય છે. શેતુરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે અને બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે. શેતુરને ઘણીવાર સૂકવીને કિસમિસની જેમ ખાવામાં આવે છે. અહીં જાણો શેતુરના ફાયદાઓ.

