Home / India : Threat to blow up Mumbai with a bomb! call came name of don Dawood's gang:

Mumbaiને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! અંડરવર્લ્ડ ડોન Dawoodની ગેંગના નામથી આવ્યો ફોન: આ રીતે ઝડપાયો 

Mumbaiને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! અંડરવર્લ્ડ ડોન Dawoodની ગેંગના નામથી આવ્યો ફોન: આ રીતે ઝડપાયો 

Bomb Blast Threat in Mumbai: મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમને એક ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં આખા મુંબઇને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનાર વ્યક્તિ પોતે ડી-કંપનીનો(D compny) માણસ હોવાનું જણાવ્યું હતું. ડી કંપનીને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમ(Underworld don Dawood Ibrahim) લીડ કરે છે. જોકે ફોન કરીને ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સુરજ જાધવ(Suraj Jadhav) નામના આરોપીએ દારૂના નશામાં ફોન કરીને ધમકી આપી હતી.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તંત્રએ પણ એ વાતની પુષ્ટી કરી છે કે જાધવ અગાઉ અનેકવાર આ પ્રકારે ખોટી રીતે કોલ કરીને ખળભળાટ મચાવવાની જેવી સ્થિતિ સર્જી ચૂક્યો છે. જોકે તાજેતરની ઘટનાનો મામલો આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. અગાઉ બોરિવલી, બીકેસી અને વાકોલા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે આ રીતે ફેક ધમકીઓ આપતા કોલ કર્યાના કેસ નોંધાયેલા છે. તે દારૂના નશામાં આવી હરકતો કરતો હોવાની જાણકારી મળી રહી છે. ફોન કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ(Bomb blast in Mumbai) થવાના છે. ધમકી ભર્યા કોલ બાદ લોકલ પોલીસ(Local Police) તાત્કાલિક એક્ટિવ થઇ હતી અને બોમ્બ સ્કવૉડને(Bomb squad) જાણકારી આપી છે. તપાસ કરતાં કંઇપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. 

આરોપીની ધરપકડ

પોલીસે કૉલરનું લૉકેશન ટ્રેસ કર્યું છે અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કૉલરને બોરીવલીથી ઝડપી પાડ્યો હતો. આ કોલ તેણે મંગળવારે 2:30 વાગે કર્યો હતો. 

આરોપીએ ફોન કરીને શું કહ્યું હતું? 

જોકે, મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમને એક કૉલ આવ્યો હતો, જેમાં આરોપીએ દાવો કરતાં કહ્યું હતું કે 'હું ડી કંપનીનો માણસ છું અને મુંબઇમાં બ્લાસ્ટ થશે.' ત્યારબાદ તેણે અચાનક ફોન કાપી નાખ્યો. કૉલરના આ કૉલ બાદ તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપવામાં આવી અને મુંબઇ પોલીસ હરકતમાં આવી ગઇ.  

બોરીવલીના સુરજ જાદવે કર્યો હતો ફોન

ધમકીની ગંભીરતાથી લેતાં પોલીસે તાત્કાલિક ફોન કરનારને શોધી કાઢ્યો હતો અને તેને બોરીવલી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીની ઓળખ બોરવલી નિવાસી સુરજ જાધવના રૂપમાં કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે સુરજ જાધવે થોડા મહિના પહેલાં પણ આ બનાવટી ફોન કર્યો હતો, જેમાં મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટની ચેતવણી આપી હતી, તે સમયે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. 

 

Related News

Icon