
જમ્મુમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં ઘાયલ થયેલા BSF જવાન દીપક ચિંગખામ શહીદ થયા છે. BSFએ દીપકને તેમના સર્વોચ્ચ બલિદાન બદલ સલામ કરી છે.
જમ્મુ અને કાશ્મીરના આરએસપુરામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં ઘાયલ થયેલા બીએસએફ જવાન દીપક ચિંગાખમનું રવિવારે અવસાન થયું. BSF એ દીપકને તેમના સર્વોચ્ચ બલિદાન બદલ સલામ કરી છે.
BSF જમ્મુએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સેવામાં BSFના બહાદુર કોન્સ્ટેબલ (GD) દીપક ચિંગખામના સર્વોચ્ચ બલિદાનને અમે સલામ કરીએ છીએ. ‘10 મે 2025 ના રોજ, જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ પારથી ગોળીબાર દરમિયાન તેમને જીવલેણ ઇજાઓ થઈ હતી અને 11 મે 2025 ના રોજ તેઓ શહીદ થયા હતા. DG BSF અને તમામ રેન્ક તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.’
https://twitter.com/bsf_jammu/status/1921572083458294227
બીએસએફએ જણાવ્યું હતું કે સોમવારે ફ્રન્ટિયર હેડક્વાર્ટર જમ્મુ, પલૌરા ખાતે સંપૂર્ણ સન્માન સાથે પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજાશે.
શનિવારે જમ્મુ જિલ્લાના આરએસપુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ પણ શહીદ થયા હતા. 8 અને 9 મેની રાત્રે થયેલા ગોળીબારમાં મોહમ્મદ ઇમ્તિયાઝ ઘાયલ થયા હતા. BSF મોહમ્મદ ઇમ્તિયાઝના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
ઓપરેશન સિંદૂરમાં 5 સૈનિકો શહીદ થયા
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરમાં પાંચ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. સશસ્ત્ર દળોએ રવિવારે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, અમે ઓપરેશન સિંદૂરમાં દુઃખદ રીતે જીવ ગુમાવનારા સશસ્ત્ર દળોના અમારા પાંચ શહીદ સાથીઓ અને ભાઈઓ અને નાગરિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.