Home / India : Japan will give India a Bullet Train for FREE!

જાપાન ભારતને FREEમાં આપશે Bullet Train! જાણો ક્યારે કરશે ડિલિવર

જાપાન ભારતને FREEમાં આપશે Bullet Train! જાણો ક્યારે કરશે ડિલિવર

દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ પુર ઝડપે ચાલી રહ્યું છે. જાપાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પરીક્ષણ અને ટ્રાયલ માટે મફતમાં બુલેટ ટ્રેન આપવાનું વિચારી રહ્યું છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ હજુ પણ ચાલુ છે અને તેમાં થોડા વધુ વર્ષો લાગી શકે છે. ભારતમાં બુલેટ ટ્રેનના પરીક્ષણ માટે, જાપાન શિંકનસેનના E5 અને E3 મોડેલ પૂરા પાડી શકે છે, જે ઘણી વિશ્વ કક્ષાની સલામતી સુવિધાઓ સાથે આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શિંકાનસેનની E10 દેશની પ્રથમ બુલેટ ટ્રેન બની શકે છે
ભારતે તેના પહેલા બુલેટ ટ્રેન રૂટ માટે E5 ટ્રેનો ચલાવવાની યોજના બનાવી હતી, જેની ટોચની ગતિ 320 કિમી પ્રતિ કલાક હતી. પરંતુ તેમાં ઘણો વિલંબ થયો અને ખર્ચ પણ ઘણો વધી ગયો. બીજી બાજુ, E3 એક જૂનું મોડેલ છે. આ ઉપરાંત, ભારત E10 મોડેલમાં પણ રસ દાખવી રહ્યું છે.

ભારત અને જાપાન 2026 ની શરૂઆતમાં ટ્રાયલ કરી શકે છે
અહેવાલ મુજબ, જાપાન 2026 ની શરૂઆતમાં ભારતને E5 અને E3 શ્રેણીનો એક-એક ટ્રેન સેટ આપશે. ત્યારબાદ તેમાં પરીક્ષણ ઉપકરણો સ્થાપિત કરવામાં આવશે. આ પરીક્ષણ ટ્રેનો ભવિષ્યમાં ભારતમાં E10 ટ્રેનોના સંભવિત ઉત્પાદનમાં મદદ કરવા માટે ડ્રાઇવિંગ પરિસ્થિતિઓ તેમજ ઉચ્ચ તાપમાન અને ધૂળની અસરો પર ડેટા એકત્રિત કરશે.

પહેલી બુલેટ ટ્રેન 2027 માં ડિલિવરી કરવામાં આવશે
રિપોર્ટ અનુસાર, ભારત સરકાર મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ ટ્રેન રૂટ માટે શિંકનસેનની E10 ટ્રેન પસંદ કરી શકે છે. જે 2027 માં ડિલિવરી થઈ શકે છે, જ્યારે દેશનો પ્રથમ બુલેટ ટ્રેન રૂટ આંશિક રીતે ખોલવાની યોજના છે.

કુલ પ્રોજેક્ટ ખર્ચના 80% લોન પર
જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફંડ આપી રહી છે. આ એજન્સી આ સમગ્ર પ્રોજેક્ટ પર ખર્ચવામાં આવેલી રકમના 80 ટકા રકમ પૂરી પાડશે. ભારત સરકાર આ લોન જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીને 0.01 ટકાના વ્યાજ દરે 50 વર્ષમાં ચૂકવશે.

Related News

Icon