Home / Business : Business news: IndusInd Bank insider trading case: SEBI imposes Rs. 20 crore fine

Business news: ઈન્ડસઇન્ડ બેન્ક ઈન્સાઇડર ટ્રેડિંગનો કેસઃ સેબીએ રૂ. 20 કરોડનો દંડ ફટકાર્યો

Business news: ઈન્ડસઇન્ડ બેન્ક ઈન્સાઇડર ટ્રેડિંગનો કેસઃ સેબીએ રૂ. 20 કરોડનો દંડ ફટકાર્યો

Business news: બજાર નિયમનકાર સેબીએ બુધવારે ઈન્ડસઇન્ડ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી સીઈઓ અરુણ ખુરાના અને ભૂતપૂર્વ સીઈઓ સુમંત કથપાલિયા સહિત પાંચ વરિષ્ઠ અધિકારીઓને કથિત ઇનસાઇડર ટ્રેડિંગ બદલ લગભગ 20 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. ખુરાનાને ૧૪.૪ કરોડ રૂપિયા, કઠપાલિયાને ૫.૨૧ કરોડ રૂપિયા અને અન્યને ૪ લાખ રૂપિયાથી ૭ લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. ચાલો જાણીએ કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ દંડની આ રકમ કેવી રીતે નક્કી કરી:

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈન્ડસઇન્ડ બેંકે 10 માર્ચે તેના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં નુકસાન જાહેર કર્યું હતું, જે તેની નેટવર્થના 2.35 ટકા પર લગભગ રૂ. 1,530 કરોડ (ડિસેમ્બર 2024 સુધીમાં) પ્રતિકૂળ અસર કરવાનો અંદાજ છે. બીજા દિવસે, બેંકના શેર 901 રૂપિયાથી 27.2 ટકા ઘટીને 656 રૂપિયા થઈ ગયા.

સેબીની તપાસમાં શું બહાર આવ્યું

ડિસ્ક્લોઝર અને  શેરના ભાવમાં ઘટાડા બાદ સેબીએ ડેરિવેટિવ્ઝ નુકસાનથી સંબંધિત પ્રકાશિત થઇ ન હોય  તેવી સંવેદનશીલ માહિતિની સાથે કરવામાં આવેલા સોદાની તપાસ કરવા માટે પોતાની રીતે તપાસ શરૂ કરી હતી.  નિયમનકારે ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ થી ૧૦ માર્ચ, ૨૦૨૫ સુધીના સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરીને એનએસઇ, બીએસઇ, ડિપોઝિટરીઝ, કેપીએમજી, અને ઇન્ડસઇન્ડ  બેન્ક બેંકના રેકોર્ડની તપાસ કરી.

સપ્ટેમ્બર-2023 શા માટે?

સેબીની તપાસમાં જાણવા મળ્યું કે ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ભારતીય રિઝર્વ બેંકના માસ્ટર ડાયરેક્શન (વાણિજ્યિક બેંકોના રોકાણ પોર્ટફોલિયોનું વર્ગીકરણ, મૂલ્યાંકન અને સંચાલન) પછી, ઇન્ડસઇન્ડે ડેરિવેટિવ એકાઉન્ટિંગનામુદ્દાઓના ઉકેલ માટે 26 સપ્ટેમ્બર સુધીમાં એક આંતર-વિભાગીય ટીમની રચના કરવામાં આવી હતી. 26 સપ્ટેમ્બરના રોજ ટીમની પહેલી બેઠકમાં, ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સના એકાઉન્ટિંગમાં ખામીઓ શોધી કાઢવામાં આવી હતી, જેના કારણે બેંક માટે અનરિપોર્ટેડ  નુકસાનની ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઘટાડા પહેલા કોણે વેપાર કર્યો?

સેબીએ એવા વ્યક્તિઓને ઓળખી કાઢ્યા જેઓ ડેરિવેટિવ્ઝ લોસ ચર્ચાઓથી વાકેફ હતા અને યુપીએસઆઇ સમયગાળા દરમિયાન ઇન્ડસઇન્ડ શેરનું ટ્રેડિંગ કર્યું. ૪ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ, ખુરાનાએ ૩,૪૮,૫૦૦ શેર ૫૩ કરોડ રૂપિયામાં વેચ્યા. કઠપાલિયાએ  1,25,000 શેર વેચ્યા, જેમાંથી 19.2 કરોડની  કમાણી થઇ.  અન્ય ત્રણ વ્યક્તિઓએ તે સમયગાળાની આસપાસ નાના પ્રમાણમાં વેચાણ કર્યું હતું. સેબીએ જણાવ્યું હતું કે, આમાંથી કોઈ પણ વ્યક્તિએ નાણાકીય વર્ષ 24 કે 25 માટે કોઈ ટ્રેડિંગ પ્લાન સબમિટ કર્યો ન હતો. આ પ્રી-પ્લાન સેલ્સનો સંકેત ન હતો, જે યુપીએસઆઇ સાથે જોડાયેલો હોય.

સેબીએ 32 પાનાના વચગાળાના આદેશમાં એવો નિષ્કર્ષ કાઢ્યો છે કે, આ વ્યક્તિઓએ યુપીએસઆિ અંગે જાણકારી હોવાથી ટ્રેડિંગ કર્યું હતું, જેથી મોટા નુકસાનથી બચી શકાય, આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, નોટિસ મેળવનારા લોકોએ રેગ્યુલર સોદા કર્યા, જ્યારે એક મોટી અસર ધરાવતી નાણાકીય ગેરરીતિ પર ચર્ચા ચાલી રહી હતી.  દંડની રકમની ગણતરી

આ જાહેરાત બાદ શેરના ભાવમાં 27.2 ટકાના ઘટાડાને કારણે થયેલા નુકસાનને ટાળવા માટે સેબીએ દંડની ગણતરી કરી હતી. નિયમનકાર માને છે કે જો યુપીએસઆિ  જાહેર થયા પછી વ્યક્તિઓએ તેમના શેર વેચ્યા હોત, તો તેમની આવક 27.165 ટકા ઓછી હોત. આમ, સેબીએ દરેક વ્યક્તિ દ્વારા વેચાયેલા શેરની સંખ્યાને આ ટકાવારીથી ગુણાકાર કરીને ટાળેલા નુકસાનનો અંદાજ કાઢ્યો, જેના પરથી  દંડની રકમ નકકી કરવામાં આવી. ખુરાનાના ૩,૪૮,૫૦૦ શેર ૫૩ કરોડ રૂપિયામાં વેચાયા હતા અને આ રકમનો ૨૭.૧૬૫ ટકા હિસ્સો ૧૪.૪ કરોડ રૂપિયા થાય છે. કથપાલિયાના ૧,૨૫,૦૦૦ શેર ૧૯.૨ કરોડ રૂપિયામાં વેચાયા હતા અને આ રકમના ૨૭.૧૬૫ ટકા રૂપિયા ૫.૨૧ કરોડ થાય છે. અન્ય ત્રણ વ્યક્તિઓ માટે નાની રકમની ગણતરી એ જ રીતે કરવામાં આવી હતી.

Related News

Icon