વર્તમાન સમયમાં સોનાના ભાવ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. એક દાયકા કરતાં વધુ સમયમાં આ 25 હજાર રૂપિયાથી વધીને 84,300 રૂપિયા પર પહોંચી ગયા છે. ઓગસ્ટ-2011માં સોનું પ્રથમવાર 25 હજાર રૂપિયાના લેવલ પર પહોંચ્યું અને જુલાઈ 2020માં 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારના આંકડાને પાર પહોંચી ગયો. સોનું 25 હજારથી 50 હજાર સુધી પહોંચતા 108 મહિલા લાગ્યા પરંતુ 50 હજારના સ્તરથી 75 હજાર સુધી પહોંચતા માત્ર 48 મહિના લાગ્યા હતા. સપ્ટેમ્બર-2024માં સોનાનો ભાવ 75 હજાર રૂપિયા પર પહોંચી ગયો. દેશમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ એક ગ્રામના 8,430 રૂપિયા છે.

